અમદાવાદ: સેવા સુરક્ષા અને શાંતિ અમદાવાદ શહેર પોલીસનું સુત્ર છે, પરંતુ આ સુત્રને નિરર્થક સાબિત કરતી ઘટના ગઇકાલે ચાંદલોડિયા વિસ્તારમાં બની હતી પ્રેમ પ્રકરણમાં મિહિર ચૌધરી નામનો યુવકે સાંજના સમયે નિધી પંચાલ નામની યુવતીના ઘરમાં ઘુસી અને ફિલ્મી ઢબે રિક્ષામાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ જાહેર રોડ પર યુવતીએ બુમાબુમ કરતા તેણે નિધીના ગળાના ભાગે છરીના ઘા મારી દીધા હતા આ ગંભીર ઘટના શહેરના સોલા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનની બેદરકારીના કારણે બની હોવાનું યુવતીના પરિવારજનોએ જણાવ્યું છે એક મહિના અગાઉ મહિલા ક્રાઇમ બ્રાંચમાં અને સોલા પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆતો છતા મિહિર સામે કોઇ કડક કાર્યવાહી ન કરવા પર આજે યુવતી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે