શેરીમાં ચોરી કરનારાઓને ભગાડનાર બાળકને બીજા દિવસે ચોરોએ પકડીને માર માર્યો

2019-08-08 1

રાધનપુર: શહેરની ગોગા શેરીમાં ચોરો ચોરી કરવા પહોંચ્યો હતો જેને એક બાળક જોઈ ગયો હતો પરંતુ બાળકે બૂમાબૂમ કરતા ચોરો નાસી છૂટ્યા હતા બાળકને ઓળખી જતા બીજા દિવસે તે સ્કૂલ જતો હતો ત્યારે ચોરોએ ભેગા મળીને બાળકનું અપહરણ કરીને સૂમસામ જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો બાઈક પર સવાર 3 વ્યક્તિ સવારે ચોરીને અંજામ આપતા હતા ત્યારે બાઈકને બેસાડીને એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા જ્યાં તેને માર માર્યો હતો સાથે જ ખુલ્લી ધમકી આપી હતી કે અમને જોઈને બૂમો પાડીશ તો તને જાનથી મારી નાખીશું જેને પગલે બાળકને ધાકધમકી આપતા રાધનપુર પોલીસને તેના વાલીઓએ જાણ કરી હતી

Videos similaires