રાજકીય સન્માન સાથે સુષમા સ્વારાજનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન

2019-08-07 1,319

ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે મંગળવારે રાત્રે એટેક આવ્યા પછી તેમને ગંભીર સ્થિતિમાં રાત્રે 9 વાગે એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ અહીં ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહતા મોડી રાતે તેમના પાર્થિવ દેહને જંતર-મંતર પર આવેલા તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો સવારે સુષમા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો હતો જ્યારે 12 વાગે તેમના પાર્થિવ દેહને પાર્ટી કાર્યાલય પર અંતિમ દર્શન માટે લઈ જવામાં આવ્યો લોધીરોડ સ્મશાન ગૃહે રાજકીય સન્માન સાથે સુષમા સ્વારાજનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો હતો