સુષ્મા સ્વરાજે મદદ ના કરી હોત તો મારા પતિ અમારી સાથે ન હોતઃ પ્રિતીબહેન

2019-08-07 940

વડોદરા: વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પર પાસે ઓમ રેસિડેન્સીમાં રહેતા સંકેત પંડ્યા 5 વર્ષ પૂર્વે ઇરાનમાં ફસાઇ ગયા હતા ઇરાનની કંપની દ્વારા તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા જેમને ભારત પરત લાવવામાં સ્વ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી સંકેત પંડ્યાના પત્ની પ્રિતીબહેન પંડ્યાએ સ્વ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, જો સ્વ સુષ્મા સ્વરાજે મારા પરિવાર ઉપર કૃપા દ્રષ્ટી વરસાવી ન હોત તો આજે મારા પતિ ભારતમાં ન હોત સ્વ સુષ્મા સ્વરાજ જેવા કર્મનિષ્ઠ નેતાઓ જ્યારે ધરતી ઉપરથી વિદાય લેતા હોય છે, ત્યારે ભારત દેશ કંઇક ગુમાવે છે પરંતુ જેટલી આવા નેતાઓની આપણે જરૂર હોય છે તેટલી જ જરૂર ભગવાનને હોય છે

Videos similaires