સુરતઃ તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવકની સાથે જળકુંભી પણ તણાઈ આવી છે જેના પગલે વોટર વર્કસના ઈન્ટેક વેલ્સમાં જલકુંભી ફસાઈ ગઈ છે અને તંત્ર દ્વારા જળકુંભી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં હવે લોકો પણ સાથ આપી રહ્યા છે જહાંગીરપુરાના વોટર વર્કસના ઈનેટક વેલ્સમાં જળકુંભી ફસાઈ જતા રાંદેરના ખલાસીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે જેમાં મોટી સંખ્યામાં ખલાસીઓ જોડાયા હતા