લોકસભામાં અધીર રંજનની ટિપ્પણીથી સોનિયા ગાંધી નારાજ

2019-08-06 6,601

રાજ્યસભાની જેમ લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીએ જમ્મૂ કાશ્મીર પુનર્ગઠન બિલ અને અનુચ્છેદ 370ને કમજોર કરવાનો વિરોધ કર્યો છે લોકસભામાં કોંગ્રેસના સદનના નેતા અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા જોકે આ દરમિયાન તેઓ યુએનનો મુદ્દો ઉઠાવીને ભૂલ કરી બેઠા આ ટિપ્પણીથી બાજુમાં બેસેલા યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ ચોંકી ગયા હતા અધીર રંજનના આ નિવેદનથી સોનિયા ગાંધી નારાજ પણ થયા હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે ચૌધરીએ લોકસભામાં જે પક્ષ મૂક્યો તેનાથી સોનિયા નારાજ છે અને તેના વિશે અધીર રંજનથી વાત પણ કરી છે જોકે સોનિયાએ મનીષ તિવારીના ભાષણના વખાણ કર્યા હતા અને કહ્યું કે તેમણે પાર્ટીનો પક્ષ યોગ્ય રીતે પહોંચાડ્યો છે