ભાગોરી ગામમાં 8 કુતરાએ દીપડાના બચ્ચાનો શિકાર કર્યો, વન વિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી

2019-08-06 906

ભરૂચઃ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાગોરી ગામમાં આઠ જેટલા કુતરાએ દીપડાના બચ્ચાનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો વન વિભાગની ટીમે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

નેત્રંગ પાસે આવેલા ભાગોરી ગામ પાસે આઠ જેટલા કુતરાઓએ દીપડાના બચ્ચાનો શિકાર કર્યો હતો ઘટનાની જાણ થતાં ગ્રામજનો પહોંચી ગયા હતા અને કુતરાઓને ભગાડી દીધા હતા અને તુરંત જ વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને દીપડાનો મૃતદેહ કબ્જે કરીને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી

Videos similaires