જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટતા ખુશીનો માહોલ, વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો

2019-08-05 1,301

રાજકોટ:આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળી હતી બહુમતીથી કાશ્મીરના સદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 હટાવવાનો નિર્ણય લેવાયો હતો જેને લઇ દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ખુશીને વધાવવા માટે રાજકોટ શહેરના તમામ વકીલોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો રાજકોટના ત્રિશુલ ચોકમાં પણ લોકોએ ફટાકડા ફોડ્યા હતા કેન્દ્ર સરકારના આ નિર્ણય ને રાજકોટીયનોએ વધાવ્યો છે યુવતીઓ અને મહિલાઓએ ગરબા રમીને અને એક બીજાને મીઠાઈઓ ખવડાવી જશ્ન મનાવ્યો છે

Videos similaires