નાગપંચમીએ શિવલિંગ પર બેઠેલા નાગને જોઈને ભક્તોની ભીડ ઉમટી

2019-08-05 762

મધ્ય પ્રદેશના બૈતૂલથી 18 કિલોમીટર દૂર આવેલા પાઢરના શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી શ્રાવણનો સોમવાર હોવાની સાથે જ ત્યાંનાગપંચમી પણ હોવાથી અનેક આસ્થાળુઓ શિવમંદિરમાં માથું ટેકવવા માટે આવ્યા હતા સૌના આશ્ચર્ય વચ્ચે ત્યાં શિવલિંગ પર એક નાગ જોવામળ્યો હતો ત્યાં હાજર લોકોએ દૂરથી તેનાં દર્શન કરીને પૂજા કરી હતી તો સાથે જ આ વાતની જાણ થતાં જ દૂરદૂરથી લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાંહતાં આસ્થાળુઓએ પણ મહાદેવનો ચમત્કાર સમજીને આસ્થાપૂર્વક આ દૃ્શ્યનાં દર્શન કરીને તેમની જાતને ધન્ય સમજી હતી