જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે તે ઉપરાંત લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરી લેવામાં આવ્યો છે હવે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંને અલગ કેન્દ્ર શાસિત રાજ્યો બન્યા છે તો આવો જાણીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવી દેવામાં આવી છે તો હવે આ રાજ્યોમાં કેવા પ્રકારના ફેરફાર આવશે