વડોદરાઃશહેરમાં પડેલા ભારે વરસાદનો લાભ લઇ સુલતાનપુરામાં આવેલી પટેલ વિષ્ણુભાઇ કાંતિલાલની આંગડીયા પેઢીમાં નોકરી કરતા યુવાને રૂપિયા 64,20,000ની ચોરી કરી હતી ડુપ્લીકેટ ચાવી બનાવી તિજોરીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનાર કર્મચારી સીસી ટીવીમાં કેદ થઇ ગયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર કર્મચારીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે