વડોદરાઃજમ્મુ-કાશ્મીર અંગે લેવાયેલા નિર્ણયને પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા મહાદેવ મંદિરો, રેલવે સ્ટેશન, એસટી ડેપો સહિત ભીડભાડવાળા સ્થળો ઉપર બોંબ સ્ક્વોડ દ્વારા ઘનિષ્ઠ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજહેલ રોડ ઉપર આવેલા સુપ્રસિધ્ધ શ્રી કાશિવિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભીજ વચ્ચે બોંબ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરતા શ્રધ્ધાળુઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા