કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતાં દેશભરમાં ભારે ઉત્સાહ, વકીલોએ કોર્ટમાં અનોખી ઉજવણી કરી

2019-08-05 344

નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું છે તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે જેથી અહીં રહેનારા લોકો તેમના લક્ષ્યને મેળવી શકે ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતાં દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મુંબઈમાં શિવસૈનિકોએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે શિવસેનાના કાર્યકરોએ ઢોલ-ત્રાંસા વગાડી ભારત દેશનો ધ્વજ લહેરાવી ઉજવણી કરી હતી તો દેશભરમાં અનેક સ્થળો પર લોકોએ રસ્તા પર આવી ફટાકડા ફોડ્યા હતા તમિલનાડુની કોર્ટમાં વકીલો દ્વારા પણ અનોખી ઉજવણી કરાઈ હતી J&Kમાં બંધારણની કલમ 370 રદ થતાં વકીલોએ ‘ભારતમાતા કી જય’ બોલાવીને એકબીજાને મિઠાઈ ખવડાવી હતી જયારે કાશ્મીરમાં હાલ શાંતિની પરિસ્થિતી પ્રવર્તી રહી છે

Free Traffic Exchange

Videos similaires