જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ દરમિયાન રવિવારે રાત્રે બાર વાગે શ્રીનગરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ જમ્મુ-કાશ્મીરમાં રાત્રે 12 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે પ્રશાસને કહ્યું છે કે, રાજ્યમાં રેલીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તે સાથે જ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે સોમવારે રાજ્યની દરેક સ્કૂલો અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે કોંગ્રેસ નેતા ઉસ્માન મજીદ અને માકપાના ધારાસભ્ય એમનાય તારિગામીએ રાતે ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે