ચંદ્રયાન-2એ અંતરિક્ષમાંથી પૃથ્વીની પ્રથમ તસવીર ક્લિક કરી, ઈસરોએ સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા

2019-08-04 1,280

વીડિયો ડેસ્કઃ દુનિયાભરના લોકોની નજર ભારતે લોન્ચ કરેલા ચંદ્રયાન-2 મિશન પર મંડરાઈ રહી છે આ મિશન રિલેટેડ દરેક અપડેટ ઈસરો જણાવી રહ્યું છે 2 ઓગસ્ટે ઈસરોએ કરેલા ટ્વીટ પ્રમાણે વૈજ્ઞાનિકોને શુક્રવારે ચંદ્રયાન-2ની કક્ષા ચોથી વખત બદલવામાં સફળતા મળી છે હાલ ચંદ્રયાન-2એ પ્રથમ વખત પૃથ્વીના ફોટા ક્લિક કર્યા છે

થોડા સમય પહેલાં ચંદ્રયાન-2 એ પૃથ્વીની તસવીરો ક્લિક કરી હોય તેવા ફેક ફોટોઝ વાઇરલ થયા હતા જો કે, હાલમાં ઈસરોએ ચંદ્રયાન-2એ રિયલમાં ક્લિક કરેલા ફોટો ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે આ ફોટોઝ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર LI4 કેમેરાએ ક્લિક કર્યા છે ઈસરોએ કુલ 5 ફોટા શેર કર્યા છે

Videos similaires