રાજકોટમાં ઝાપટા, અમરેલી પંથકમાં ધીમી ધારે વરસાદ, ઉનાના ઉમેજ ગામે કાચુ મકાન ધરાશાયી

2019-08-04 361

રાજકોટ:સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે રાજકોટમાં બપોરના સમયે એક ઝાપટું વરસી જતા રસ્તાઓ ભીંજાયા હતા જ્યારે અમરેલી પંથકમાં સતત વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સાવરકુંડલા તાલુકાના હાથસણી, ખોડી સમઢીયાળા અને રાજુલાના જાફરાબાદના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વરસાદના પગલે ઉનાના ઉમેજ ગામે એક કાચુ મકાન ધરાશાયી થયું છે જો કે સદનસીબે મકાનમાં રહેતા ચાર લોકોનો આબાદ બચાવ થયો છે

Videos similaires