લીંબાયતના કુખ્યાત મન્યા ડુક્કરને ક્રાઇમબ્રાન્ચે ડીંડોલી સણીયા સ્કૂલ પાસેથી કારમાં દબોચી લીધો

2019-08-04 1,255

સુરતઃસાત લૂંટ, પાંચ ચેઇન સ્નેચિંગ, બે વાહનચોરી, બે મારામારી, બે હથિયારના ગુના તેમજ હાલમાં સાત મળીને કુલ 25 થી વધુ ગુનાઓ ઉપરાંત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા લીંબાયતના કુખ્યાત મન્યા ડુક્કરને ક્રાઇમબ્રાન્ચે ડીંડોલી સણીયા સ્કૂલ પાસેથી કારમાં દબોચી લીધો હતો સાગર ઉર્ફે નીતિન ઉર્ફે મનોજ ડુક્કર સોનવને સ્વીફ્ટ કારમાં જલગાંવથી સુરત આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને તેની ડીંડોલીથી ધરપકડ કરી હતી