દિલ્હીના કાલિન્દી કુંજ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે જ્યાં પેટ્રોલિંગ દરમિયાન એક દારૂ માફિયાના પરિવારે એક કોન્સ્ટેબલને ઘેરી લીધો અને તે જવાને પોતાની આત્મરક્ષા માટે હવાઈ ફાયરિંગ કરવું પડ્યું હતુ પોલીસે જણાવ્યા મુજબ મોડી રાત્રે સિપાહી રામકિશન મદનપુર ખાદર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેને એક ઘરમાં ગેરકાયદે દારૂની જાણ થઈ અને તેમણે લોકોને પૂછપરછ કરવાનું શરૂ કર્યું ત્યારે પરિવારના સભ્યોએ તેમની મારપીટ કરી બાઇક તોડી નાખ્યું બાદમાં સિપાહીએ પોતાની આત્મરક્ષા માટે હવામાં ફાયરિંગ કર્યું હતુ અને માંડ માંડ ત્યાંથી દોડીનેકાલિન્દી કુંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પરંતુ પોલીસ ત્યાં પહોંચે એ પહેલા આરોપીઓ નાસી છૂટ્યા હતા