હાઈટાઈડના કારણે મરિન ડ્રાઈવ ફેરવાયું કચરાના ઢગલામાં, લોકોએ પણ ચિંતા વ્યક્ત કરી

2019-08-03 2,025

મુંબઈમાં હાઈટાઈડના લીધે દરિયામાં એકઠો થયેલો કચરો અને પ્લાસ્ટિક વેસ્ટ પણ મરિન ડ્રાઈવની ફૂટપાથ પર ખડકાયું હતું ભારે વરસાદે શહેરને સતત બે દિવસ સુધી ઘમરોળ્યા બાદ આજે સવારે મરિન ડ્રાઈવ પર દુ:ખદ કહી શકાય તેવો નજારો જોવા મળ્યો હતો દરિયાએ બહાર ફેંકેલા અઢળક કચરાને સાફ કરવા માટે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ સફાઈ કામદારોની આખી ટીમને કામે લગાવી હતી પાંચ મીટર ઉંચા ઉછળેલા હાઈટાઈડે ખડકેલા આ કચરાના ઢગલા અનેક વીડિયોઝ અને ફોટોઝ પણ મુંબઈવાસીઓએ શેર કરીને લોકોને દરિયામાં ફેંકાતા કચરા બાબતે ગંભીર થવાની અપીલ પણ કરી હતી
જાગૃતિના અભાવે આખા મુંબઈનો કચરો મોટાભાગે તણાઈને દરિયામાં જ જાય છે જે દર ચોમાસે ફરી પાછો આ રીતે કિનારે પાછો ખડકાય છે વર્ષો જૂની સમસ્યાના ઉકેલ આવવાના બદલે દર વર્ષે આ પ્રકારે બહાર ફેંકાતા વેસ્ટેજના જથ્થામાં વધારો થઈ રહ્યો છે આ પ્રકારનો કચરો માત્ર આજુબાજુના વિસ્તારોમાં દુર્ગંધ જ નથી ફેલાવતો પણ અનેક ગંભીર બિમારીઓને પણ નોતરે છે

Free Traffic Exchange

Videos similaires