બપોરે 12થી 3 વાગ્યાના ગાળામાં જ નવ ઈંચ વરસાદ વરસ્યો છે અતિભારે વરસાદથી રસ્તાઓ પર જાણે નદીઓ વહેવા લાગી હતી સાલવા,જહાંગીરપુર, રબાડીવાડ, સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા છે4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં ઓલપાડ બેટમાં ફેરવાઈ ગયું છે કીમ નદીએ ભયજનક સપાટી વટાવતાં આસપાસના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે સતર્કતાના ભાગરૂપે સ્કૂલ કોલેજમાં રજાઓ જાહેર કરાઈ છે સાથે જ NDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે