ઓમકારેશ્વર પરિક્રમા વખતે પગ લપસતાં જ એક આધેડ 50 ફૂટ ઉડી ખાઈમાં જઈને પડ્યા હતા ઓમકાર પર્વત પર ઉગેલા ઝાડ અને ઝાડીઓના કારણે આધેડ વચ્ચોવચ્ચ જ લટકી રહ્યા હતા આખી રાત પથ્થર અને ઝાડની વચ્ચે તે દયનીય હાલતમાં લટકતા પણ રહ્યા હતા તે જ્યાં લટક્યા હતા તેની નીચે જ 150 ફૂટ ઉંડી ખીણ હતી મૂળ રાજસ્થાનના વતની એવા આ વૃદ્ધે આખી રાત જાગીને પસાર કરી હતી સવાર થતાં જ તેમણે બચવા માટે ચિલ્લાવું શરૂ કરતાં જ છેક 11 વાગે તેમના પર સ્થાનિકોની નજર પડી હતી ત્યારબાદ શરૂ કરાયેલું રેસ્ક્યુ ઓપરેશન પણ 20 કલાક સુધી ચાલ્યુ હતું પોલીસ અને સ્થાનિકોએ ભેગા મળીને તેમને બહાર નીકાળ્યા હતા મીડિયા સાથે વાત કરતાં કાજોલિયા નામના આધેડે કહ્યું હતું કે, મને ભગવાન પર ભરોસો હતો મને વિશ્વાસ હતો કે મારો અવાજ કોઈના સુધી પહોંચશે અને હું બચી જઈશ આખી રાત મેં ભગવાનના નામની જ માળા જપી હતી