જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 43 દિવસ લાંબી ચાલનારી માછિલ માતા યાત્રા પણ શનિવારે સ્થગિત કરી દેવામાં આવી હતી અધિકારીઓએ તેના માટે સુરક્ષાનું કારણ આપ્યું છે અધિકારીઓએ લોકોને યાત્રામાં નિકળી ગયેલા પ્રવાસીઓને પાછા ફરવાની તૈયારી કરવા જણાવ્યું છે શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પર પાકિસ્તાનમાં બનેલા લેન્ડમાઇન અને અમેરિકન સ્નાઇપર ગન મળ્યા બાદ યાત્રાને રોકી દેવામાં આવી હતી
કિશ્તવાડના ડેપ્યુટી કમિશ્નર અંગરેજ સિંહ રાણાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, - સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને યાત્રાને તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરવામાં આવી છે આ યાત્રા 25 જુલાઇના શરુ થઇ હતી તે 5 સપ્ટેમ્બરના સમાપ્ત થાય છે