ઈલેક્ટ્રોફિશીંગ એટલે પાણીમાં કરંટ પસાર કરીને માછીમારી કરવી આજકાલ સોશિયલ મીડિયામાં આવી શોકિંગ રીત દ્વારા કરવામાં આવતી માછીમારીનો વીડિયો જોઈને અનેક જીવદયાપ્રેમીઓ સહેમી ઉઠ્યા છે અમેરિકાના કેન્ટુકીના ડેમમાં પાણીનો કરંટ પસાર કરીને પકડવામાં આવેલી હજારો એશિયન કાર્પ ફિશનો શોકિંગ વીડિયો સામે આવ્યા બાદ આ રીત પણ ચર્ચામાં આવી છે વીડિયોમાં જોઈ શકાય છે કે બોટમાં સવાર થઈને માછલીઓની નજીક પહોંચ્યા બાદ અચાનક તેમાં કરંટ પસાર કરવામાં આવે છે આ કરંટના કારણે મહાકાય માછલીઓ પણ પાણીન સપાટી પર આવી તરફડિયાં મારવા લાગે છે આ ઝાટકા પણ એટલા તીવ્ર હોય છે કેટલીક માછલીઓ તો સીધી જ ઉછળીને બોટમાં પડે છે આ કરંટ પસાર કર્યા બાદ માછીમારો વારાફરતી ઘાયલ થયેલી એશિયન કાર્પ ફિશને પકડવા લાગે છે
એશિયન કાર્પ ફિશએ સ્વભાવમાં આક્રમક હોવાથી તેને પકડવી બહુ આસાન પણ નથી આ કારણોસર જ અમેરિકાની અનેક નદીઓમાં આ માછલીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે કેન્ટુકીના વાઈલ્ડલાઈફ એક્સપર્ટે પણ તેની સંખ્યાને નિયંત્રણમાં કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અંતે તેમણે ઈલેક્ટ્રોફિશીંગ દ્વારા માછલીઓની સંખ્યાને કાબૂમાં કરવાનો શોકિંગ રસ્તો અખત્યાર કર્યો હતો એક ખાસ પ્રકારની બોટમાંથી પાણીની સપાટી પર કરંટ પસાર કરવામાં આવે છે જેના કારણે અનેક માછલીઓ કરંટના ઝાટકાઓથી અર્ધબેભાન થઈ જાય છે આ વાઈરલ વીડિયો પણ આ ઈલેક્ટ્રોફિશીંગ કઈ રીતે કામ કરે છે તે બતાવે છે જો કે, આ ફિશીંગ પ્રોસેસમાં કરંટ બાદ તરફડિયાં મારીને ઉછળકૂદ કરતી માછલીઓ જોઈને અનેક યૂઝર્સને આઘાત લાગ્યો હતો