ભારે વરસાદથી મુંબઈ બેહાલ, ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું

2019-08-03 3,662

માયાનગરી મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જેથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

આગામી 24 કલામાં ભારે વરસાદની આગાહીઃહવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી બે દિવસમાં અને ગોવા આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખોરવાયું છે શનિવારે સવારે રાયગઢમાં મુંબઈ-ગોવા હાઈવે પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની પરિસ્થિતી સર્જાઈ હતી જેના કારણે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવાઈ છે ખરાબ હવામાન હોવા છતા તંત્ર ભૂસ્ખલનથી રસ્તા પર પડેલા કાટમાળને હટાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે

Videos similaires