ટિકટોક માટે વીડિયો બનાવવા જતાં બાઈક પરથી ઉંધા માથે પટકાયો, ગંભીર હાલત

2019-08-02 1

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ વીડિયો એ દરેક માટે એક બોધ સમાન છે જેઓ ટિકટોક જેવી એપમાં વીડિયો પોસ્ટ કરવા માટે જોખમી સ્ટંટ કરતાં પણ અચકાતા નથી મુંબઈના પાલઘરમાં સૂમસામ રોડ પર બાઈક સાથે સ્ટંટ કરીને છવાઈ જવાના અભરખા રાખતા યુવકને હાડકાં ભાગવાનો વારો આવ્યો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે યુવક બાઈક લઈને આગળ વધતો હોય છે ત્યાં જ અચાનક જ બ્રેક વાગતાં તે ઉંધા માથે રોડ પર પટકાય છે આટલું ઓછું હોય તેમ આખું બાઈક તેના પર આવીને પડ્યું હતું આવી કલ્પના બહારની દુર્ઘટના થતાં જ આ સ્ટંટ રેકોર્ડ કરનારા તેના મિત્રોના પણ હોશ ઉડી ગયા હતા

Videos similaires