રાજકોટ:એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છેરાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદનાં કારણે ગરનાળા પણ બંધ થઈ ગયા છે તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ આજી-2 ડેમમાં પૂર આવતા 5 દરવાજા ખોલવામાં આવ્યા છે