સામાન્ય રીતે વોટર પાર્કમાં વેવ પૂલ્સ સૌથી વધારે લોકોને અટ્રૅક્ટ કરે છે હાલ સોશિયલ મીડિયા પર ચીનના એક વોટર પાર્કનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વોટર પાર્કમાં ત્સુનામી આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે
આ વીડિયોમાં વોટર પાર્કમાં લોકો પાણીમાં મસ્તી કરી રહ્યા છે, તેવામાં અચાનક ત્સુનામીમાં જેવો પ્રવાહ હોય તેવો જ પાણીનો પ્રવાહ અચાનક આવી ગયો હતો પાણીના ધસમસતા પ્રવાહને કારણે 44 લોકો ગંભીર થયા હતા પાણીના પ્રવાહની સ્પીડ આટલી વધારે હતી કે અમુક લોકો તો પૂલની બહાર ફેંકાઈ ગયા હતા