બાલોટમાં ગોઠણડુબ પાણીમાં 108ની ટીમે રેસ્ક્યૂ કરી માતા અને નવજાત બાળકને હોસ્પિટલ પહોંચાડ્યાં

2019-08-02 724

જૂનાગઢ:વંથલીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો જેના કારણે વંથલી અને ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળાઓમાં પુર આવ્યા હતા જ્યારે રાત્રીનાં બે વાગ્યે વંથલી તાલુકાનાં બાલોટ ગામની સીમમાં એક નવજાત બાળકની તબિયત લથડતા 108ને જાણ કરતા જૂનાગઢ 108ની ટીમ રાત્રે 2 વાગ્યે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે વાડીએ જતાં રસ્તામાં પુલ ઉપર ગોઠણડુબ પાણી હોવા છતાં પણ 108ની ટીમે હિમ્મત દાખવી રેસ્ક્યૂ કરી નવજાત શિશુ અને તેના માતાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા

Videos similaires