જૂનાગઢ:ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ગીર ગઢડા પાસે ફરેડા રોડ પરથી પસાર થતાં ઝરણાનું પાણી રોડ પર ફરી વળ્યું છે જ્યારે મેંદરડામાં સતત ચોથા દિવસે એક કલાકમાં 2થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ગિરનાર પર ધોધમાર વરસાદ પડતાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું આ સાથે જ ભારે વરસાદનાં પગલે દામોદર કુંડ પાસે એક ગાય પણ ફસાઈ હતીજેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી