કાશ્મીર મધ્યસ્થતા વિશે 10 દિવસ પછી બોલ્યા ટ્રમ્પ- નિર્ણય મોદીના હાથમાં

2019-08-02 2,940

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 દિવસ પછી ફરી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા વિશે નિવેદન આપ્યું છે ટ્રમ્પે કહ્યું કે, મધ્યસ્થતાનો નિર્ણય વડાપ્રધાન મોદીના હાથમાં છે જો ભારત-પાકિસ્તાન ઈચ્છે તો હું આ મુદ્દે હસ્તપક્ષેપ કરીશ મારી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ વાત થઈ છે મને લાગે છે કે, બંનેએ એક સાથે આવવું જોઈએ અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે, ભારત ઈચ્છે તો હું મધ્યસ્થતા કરવા તૈયાર છું નોંધનીય છે કે આ પહેલાં 22 જુલાઈએ ઈમરાન સાથે વોશિંગ્ટનમાં જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મોદીએ કાશ્મીર મામલે મધ્યસ્થતા માટે મને કહ્યું હતું તે સમયે ભારતે ટ્રમ્પના દાવાને નકારી દીધો હતો

ટ્રમ્પને જ્યારે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતામાં ભારતના ઈનકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, હું પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ મળ્યો હતો અમારી સારી રીતે વાતચીત થઈ મને લાગે છે કે બંને (મોદી અને ઈમરાન) ખૂબ સારા માણસો છે જો તેઓ એક સાથે આવે તો તેઓ ઘણું સારુ કામ કરી શકે તેમ છે ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ કાશ્મીર મુદ્દામાં મધ્યસ્થતા કરવા માંગશે ત્યારે તેમણે કહ્યું કે, જો ભારત-પાક ઈચ્છશે તો હું જરૂર આ મુદ્દે હસ્તક્ષેપ કરીશ

Videos similaires