એક તરફ દુનિયામાં એવા લોકો છે જેઓ સહેજ પણ તકલીફ આવી પડે તો નાસીપાસ થઈ જાય છે ત્યાં જ ચીનની એક એવી વ્યક્તિનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેકની આંખોમાં પાણી આવી ગયું હતું વેંગ ગોંગ નામના આ ચીની નાગરિકે તેના ફાધરહૂડથી દુનિયાનાં દિલ જીતી લીધાં છેમાત્ર 13 વર્ષની ઉંમરે જ ઈલેક્ટ્રીક શોકના કારણે પોતાના બંને હાથ ગુમાવી દેનાર આ વ્યક્તિએ અનેક તકલીફો સામે લડીને મક્કમ મનોબળનો પરિચય આપ્યો છે ચીનના ટાઈલિંગ શહેરના વતની એવા વેંગ ગોંગ તેમની પત્ની ઘરે હાજર ના હોય ત્યારે તેમના 10 મહિના સંતાનની એક આદર્શ પિતાની જેમ જ દેખભાળ કરે છે તેમની આ હાર્ડ લાઈફસ્ટાઈલને આ વીડિયોના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે વેંગ ગોંગે તેની ઈમોશનલ જર્ની શેર કરતાં કહ્યું હતું કે બંને હાથ અકસ્માતે ગુમાવ્યા બાદ ખાસ્સા વર્ષો સુધી પ્રેક્ટિસ કરીને તે આજે દરેક કામ પગ દ્વારા કરી શકે છે