જળપ્રલય બાદ શહેરમાં 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે હાલ શહેરમાં NDRFની 11 અને આર્મીની બે ટુકડીઓ તહેનાત છે આ સિવાય આર્મીની વધુ બે ટીમની માગ કરાઈ છ જરૂર પડ્યે એરફોર્સની પણ મદદ લેવાશેહાલ વિશ્વામિત્રી નદીની સપાટી 3450 ફૂટ અને આજવા ડેમની સપાટી 21250 ફૂટે છે આ સ્થિતિને જોતા સવાર સુધી પાણી ઓસરે તેમ નથી શહેરના નદી કાંઠા વિસ્તારના લોકોની હાલત સૌથી કફોડી છે શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બ્લોક હોવાથી મુશ્કેલી સર્જાઈ છે