વડોદરા:શહેરમાં અનારાધાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રેલવે સ્ટેશન પાસે છાતી સુધીના પાણીમાં 7૦ જેટલા લોકો ફસાયા હતા તેવા સમયે ભારતીય સેનાના જાંબાઝ જવાનો જરૂરી સાધનો સાથે અને રેસ્ક્યુમાં મદદરૂપ થાય તેવી સ્પેશિયલ ગાડીની મદદથી 7૦ જેટલા લોકને બચાવી લીધા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા આમ શહેરના આફતના સમયે ભારતીય સેનાના જાંબાઝ જવાનો શહેરીજનોની વ્હારે આવ્યા છે