વડોદરાઃ છેલ્લા 24 કલાકથી વડોદરા શહેરમાં પાણીમાં ડૂબેલું છે જેને પગલે હાલ NDRFની 9 ટીમ, પોલીસ, ફાયર બ્રિગેડ દ્વારા રાહત કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે NDRFની 5 વધુ ટીમ પૂનાથી એરલિફ્ટ કરીને પહોંચડવામાં આવી છે આ ઉપરાંત SDRFની 4 ટીમ અને આર્મીની 2 ટીમ તેમજ SRPની બે કંપની દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ પૂરને પગલે બરોડા ડેરીની દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી જેને પગલે શહેરમાં દૂધ પ્રતિ લિટર રૂ 100ના ભાવે વેચાતુ હતું