સુરતઃ વડોદરામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે દરમિયાન અમદાવાદ અને સુરતની ફાયરની ટીમોને મદદ અર્થે મોકલવામાં આવી છે હાલ સુરતના પૂરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાયરની ટીમ વડોદરા રવાના કરવામાં આવી છે વડોદરામાં અનરાધાર વરસાદની સ્થિતિ જોતા સુરત ફાયર બ્રિગેડની ટીમ રવાના કરવામાં આવી છેરેસ્ક્યુ કીટ, બોટ, એમ્બ્યુલન્સ, ડિવોટરિંગ વ્હીકલ સહિત ફાયરના 15 જવાનો રવાના કરવામાં આવ્યા છે 15 જવાનોએ સુરતમાં આવેલા પૂરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોવાથી એક્સપર્ટ ટીમને મોકલવામાં આવી છે