વડોદરાના 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

2019-08-01 657

વડોદરાઃ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે વડોદરાના 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે વડોદરાના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે બરોડા ડેરીનું દૂધ ન પહોંચતા ડેરીના મુખ્ય કેન્દ્ર બહાર લોકોની દૂધ લેવા માટે લાઈનો લાગી છે