કારની પાછળ લટકીને સ્કેંટિંગ કરતાં કરતાં સ્ટંટ કર્યા, સડક પર મોતના સ્ટંટનો વીડિયો વાઈરલ

2019-07-31 696

સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં છવાઈ જવાના અભરખા રાખનાર દિલ્હીના ત્રણ યુવકોનો વીડિયો વાઈરલ થયો છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કારની પાછળ લટકીને યુવકે કઈ રીતે સ્કેટિંગના સહારે જીવલેણ સ્ટંટ કર્યા હતા રાત્રે ટ્રાફિકના નિયમોના ધજીયા ઉડાવનાર આ વીડિયો પણ તેમના જ મિત્રએ રેકોર્ડ કર્યો હતો બે કારો સાથે રોડ પર નીકળેલા યુવકોએ એક કારની પાછળ સ્કેટિંગનો સ્ટંટ કર્યો હતો તો બીજાએ કારની પાછળની અન્ય કારમાંથી આ સ્ટંટબાજી રેકોર્ડ કરી હતી બ્રીજ પર આ રીતે જીવન સાથે ખેલ કરનાર યુવકોની સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માગ કેટલાક જાગૃત નાગરિકોએ કરી હતી આ ઘટનાનો વીડિયો જોઈને પોલીસે પણ તેમની શોધખોળ તેજ કરી હતી

Videos similaires