ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ મોબાઈલ ગેમ લોન્ચ કરી

2019-07-31 1,000

ભારત દેશની રાજધાની દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ બુધવારે ગેમ લોન્ચ કરી હતી ભારતીય સૈન્ય દ્વારા ઓફિશિયલ રીતે યુદ્ધ આધારિત મોબાઈલ ગેમ "Indian Air Force: A cut above” લોન્ચ કરાઈ હતી ગેમ લોન્ચ થતાં જ યુવાનોમાં લોકપ્રિય થવા લાગી છે આ પ્રસંગે એર ચીફ માર્શલ ધનોઆએ જણાવ્યું હતુ કે, "Indian Air Force: A cut above” ગેમનો મુખ્ય હેતુ યુવાનોને ભારતીય વાયુસેનામાં જોડાવા માટે પ્રેરણા મળે તેવો છે હવે મહિલાઓ પણ વાયુસેનાની તમામ શ્રેણીમાં જોડાઈ શકે છે’