સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક તેવર અપનાવતા તમામ તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ગત રોજ સાંજથી ધોધમાર રૂપે વરસેલા વરસાદમાં કપરાડામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરત, ઓલપાડ, કામરેજ, માંરોળ, વાપી, વઘઈમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે જ્યારે ત્રણ જેટલા ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે દક્ષિણ ગુજરાતના અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે હાલ તો વલસાડ, ઓલપાડ અને નવસારીમાં એનડીઆરએફની ટીમે તૈનાત છે