સુરતનો કોઝ વે સતત ચાર દિવસથી ઓવરફ્લો થતાં તાપીમાંથી જળકુંભી તણાઈ

2019-07-31 385

સુરતઃછેલ્લા એકાદ અઠવાડિયાથી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં ઉપરવાસમાં પણ સારા વરસાદના પગલે શહેરનો કોઝ વે છેલ્લા ચાર દિવસથી ઓવરફ્લો થઈ ગયો છે કોઝ વે ઓવરફ્લો થવાના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જો કે, આજે કોઝ વેની સપાટી વધીને 678 મીટર સુધી પહોંચતા તાપી નદીમાં સમસ્યા રૂપ બનેલી જળકુંભી તણાઈ રહી છે પાલિકા દ્વારા કરોડોના ખર્ચ કરવા છતાં દૂર ન થયેલી જળકુંભી પાણીમાં તણાઈ જતાં મોટી સમસ્યા દૂર થયાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યાં છે

Free Traffic Exchange

Videos similaires