દક્ષિણ ગુજરાતના ગોડધા, કાકરાપાર અને જૂજ ડેમ ઓવરફ્લો થયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

2019-07-31 226

સુરતઃ સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે માંડવી તાલુકામાંથી પસાર થતી વરેહ નદી પર ગોડધા ગામે આવેલ ગોડધા ડેમ છલકાયો છે જ્યારે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે અને મહુવાનો મધર ઈન્ડિયા ડેમ ગત રોજથી ઓવરફ્લો ચાલી રહ્યો છે બીજી બાજુ ગોડધા ડેમનીચે ગોડધા - લાડકૂવા માગ પર આવેલ કોઝવે પાણીમાં ગરક થઈ જતાં કીમ ડુંરાનું ગોડધા ફળિયુ તથા ગોડધાનું ગરમા ડુંગરી અને નવી નગરી સંપર્ક વિહોણા બની ગયા છે અને જૂજ ડેમ ઓવરફ્લો થતા 24 જેટલા જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે દરમિયાન કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો છે

Videos similaires