છત્તીસગઢના સુકમા વિસ્તારમાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતી ઊભી થઈ છે જેમાં CRPFના જવાનો ગામલોકો માટે દેવદૂત બનીને આવ્યાં હતા જવાનોએ વિકટ પર્સ્થિતીમાં મોરચો સંભાળીને ગામલોકોની મદદ કરી હતી પૂરને કારણે રોડ પર નદીનાં પાણી ફરી વળ્યાં હતા જેથી CRPF જવાનો હાઈ-વે પર ટ્રાફિક જામ ન થઈ જાય અને ડ્રાઈવરને પાણીમાં રસ્તો ઓળખવામાં સરળતા રહે તે માટે હાઈ-વેની બંને બાજુ દોરડા લઈને ઊભા રહ્યાં હતા ઘૂંટણસમા પાણીમાં જવાનોએ ઊભા રહીને ડ્યૂટીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ CRPFની 150મી બટાલિયને ગામલોકોને પણ પૂરના પાણીમાંથી રેસ્ક્યૂ કર્યાં હતા જવાનોના આ કાર્યથી વાહનચાલકો અને ગ્રામીણોએ આભાર વ્યક્ત કર્યો હતો