પહેલા ભારતીય ઓસ્ટ્રેલિયન ધારાસભ્ય દીપક રાજે ઓસ્ટ્રિલા કેપિટલ ટેરેટરી(એસીટી)એસેમ્બલીમાં મંગળવારે ગીતા પર હાથ રાખીને શપથ લીધા છે મહત્વનું છે કે, ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છેપરંતુ નિયમ પ્રમાણે અન્ય ધર્મના ગ્રંથ સાથે પણ શપથ લઈ શકાય છે
દીપકે જણાવ્યું કે, મેં પહેલાથી જ ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લેવાનો નિર્ણય કર્યો હતો ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે પરંતુ મેં જ્યારે મારી ઈચ્છા વ્યક્ત કરી તો અધિકારીઓએ નિયમો ચેક કર્યા અને ત્યારબાદ નિયમ પ્રમાણે કોઈ પણ ધર્મના ગ્રંથ સાથે શપથ લઈ શકાય તેવી જાણ થઈ હતી ત્યારબાદ મને કોઈ પણ પ્રકારના બંધન વિના મંજૂરી આપી દીધી હતી શપથ લીધા બાદ ભગવદ્ ગીતાને મેં એસેમ્બલીને યાદગીરી તરીકે ભેટ આપી દીધી હતી