ભુજઃ કચ્છમાં બુધવાર સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે માંડવીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો નખત્રાણાના કોટડા જડોદર ગામે 5 ઇંચ વરસાદ નોંધાયો છે માંડવીના બિદડા ગામે સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે મુન્દ્રા અને નલિયામાં અઢી ઇંચ જેટલું પાણી વરસ્યું હતું પૂર્વ કચ્છના અંજારમાં રાત્રે 845ના અરસામાં એક કલાકમાં દોઢ ઇંચ તેમજ ભચાઉમાં પોણો તથા ભુજમાં રાત્રે અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બીજી બાજુ લખપત અને રાપર કોરા ધાકોડ રહ્યા હતા જ્યારે ગાંધીધામમાં ઝાપટા રૂપે 7 મિલી મીટર પાણી પડ્યું હતું માંડવીમાં સોમવરના મોડી રાત્રિથી મંગળવારની રાત્રિ સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અનરાધાર વરસાદના પગલે શહેરના ટોપણસર તળાવમાં નવા નીર આવ્યા હતા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ જેટલું કાચું સોનું વરસ્યું હોવાનું કિસાન આલમમાંથી જાણવા મળ્યું હતું શહેરનો કુલ્લ વરસાદ 177 મિલી મીટર થતાં અછતનું સંકટ ટળી ગયું હતું