સિંગર ગુરૂ રંધાવા પર હુમલો, માથામાં આવ્યા 4 ટાંકા

2019-07-31 1

લોકપ્રિય ગાયક ગુરુ રંધાવા પર કેનેડાના વેંકુવરમાં કોઇ અજાણ્યા વક્તિએ હુમલો કર્યો, જેનાથી તે ઇજાગ્રસ્ત થયો છે જોકે હવે રંધાવા ખતરાથી બહાર છે આ વાતની જાણકારી તેના મિત્ર તેમજ પંજાબી સિંગર પ્રીત હરપાલે તેમના ફેસબુક પેજ પર શેર કરી છે તેમણે આ હુમલાની નિંદા પણ કરી છે તેમણે તેમના પોસ્ટમાં લખ્યું છે, હું ગુરુને ઘણા સમયથી ઓળખુ છું તે ખૂબ જ વાસ્તવિક વ્યક્તિ છે તે હમેશા બીજાની રિસ્પેક્ટ કરે છે કહેવામાં આવી રહ્યું છે કે, પ્રીત હરપાલ તે સમયે ત્યાં હાજર હતા જ્યારે ગુરુ રંધાવા પર કોઇ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુ રંધાવા વેંકુવરમાં એક શો પૂરો કરી પરત ફરી રહ્યો હતોરંધાવા તેની કારમાં બેસવા જ જતો હતો કે, કોઇ અજાણ્યા વ્યક્તિએ તેના માથા પર કોઇ વસ્તુ મારી તેનાથી ગુરુને ગંભીર ઇજા પહોંચી હતી, હુમલા બાદ ગુરૂ ભારત પરત ફર્યો છે અને તેના માથામાં 4 ટાંકા આવ્યા છેગુરુ પર થયેલા હુમલાનો બોલીવૂડે પણ વિરોધ કર્યો છે જણાવી દઇએ કે, ગુરુ રંધાવા પંજાબી સિંગર છે તથા હિન્દી તેમજ પંજાબી ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચૂક્યો છે 'લાહૌર', 'પટોલા', 'દારુ વરગી' અને 'હાઇ રેટેડ ગબરુ' જેવા તેના લોકપ્રિય સોન્ગે લોકોના દિલ જીતી લીધા છે રંધાવાના પ્રસંશકો માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં છે

Free Traffic Exchange

Videos similaires