ટોલ પ્લાઝા પર બ્રેકને બદલે એક્સિલરેટર દબાઈ જતાં કાર લોકો પર ચડી ગઈ

2019-07-30 649

રાજસ્થાનના કિશનગઢ ટોલ પ્લાઝાથી અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યાં ઓટોમેટિક કારચાલકે દુર્ઘટના સર્જી હતી ઓટોમેટિક કારનો ચાલક ટોલ પ્લાઝા પર પડેલાં પૈસા ઊપાડવા માટે સીટ બેલ્ટ પહેરીને નીચે વળ્યો હતો જ્યાં તે ફસાઈ જતાં લોકોએ બચાવમાં આવીને કાર ઊંચી કરી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો ત્યારબાદ કાર પાર્કિંગ મોડમાં ન હોવાથી રિવર્સ ચાલવા લાગી હતી તે સમયે જ કારચાલકે બ્રેકની જગ્યાએ ભૂલથી એક્સિલરેટર દબાવી દેતાં કાર આગળ ઊભેલાં લોકો પર ચડી ગઈ હતી કારની નીચે આવી જતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Videos similaires