રાજ્યસભામાં રવિશંકર પ્રસાદે કહ્યું, ત્રણ તલાક બિલને ધર્મ અને રાજકારણથી અલગ રહીને જોવું જોઈએ

2019-07-30 1,119

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આજે ત્રણ તલાક બિલ રજૂ કરી દીધું છે હવે બિલ પર 4 કલાક ચર્ચા ચાલશે રવિશંકરે કહ્યું છે કે, આ બિલ લૈંગિક સમાનતા અને મહિલાઓના સન્માન મામલે છે ત્રણવાર તલાક કહીને દીકરીઓને છોડી દેવામાં આવે છે તે હવે સહન કરી શકાય એમ નથી

મોદી સરકારે આ પહેલાં બીજૂ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને વાયએસઆર કોંગ્રેસના સમર્થનથી ગયા સપ્તાહમાં આરટીઆઈ સુધારણા બિલ રાજ્યસભામાં પસાર કર્યું હતું ત્રણ તલાક બિલને પણ રાજ્યસભામાં પસાર કરાવવા માટે ભાજપને આ પક્ષના સમર્થનની ફરી જરૂર છે આ બિલમાં ત્રણ તલાકને ગેરકાયદે ગણાવીને 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે

Videos similaires