પાકિસ્તાની એરક્રાફ્ટના ક્રેશની અંતિમ ક્ષણોનો વીડિયો સામે આવ્યો, આગના ગોળાની જેમ તૂટ્યું હતું

2019-07-30 2,953

મંગળવારે સવારે પાકિસ્તાન આર્મીનું એક પ્લેન રાવલપિંડી પાસેના રહેણાક વિસ્તાર પર આગના ગોળાની જેમ તૂટી પડ્યું હતું પ્લેન ક્રેશની આ અંતિમ ક્ષણો એક વ્યક્તિના કેમેરામાં કેદ થઈ હતી જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગી હતી વીડિયોમાં પણ જોઈ શકાય છે કે પ્લેન તૂટતાંની સાથે જ રહેણાક વિસ્તારમાં આવેલા ઘરો પર તૂટી પડે છે નીચે મકાનો તરફ ધસતું આ પ્લેન ઘર્ષણ થતાંની સાથે જ આગના ગોળામાં પલટાઈ ગયું હતું આ શોકિંગ નજારો જોઈને વીડિયો રેકોર્ડ કરનારી વ્યક્તિ પણ ચિત્કારી ઉઠી હતી પ્લેન તૂટી પડતાં જ મકાન પર સૂઈ રહેલા અનેક લોકો આગમાં સપડાઈ ગયા હતા આ દુર્ઘટના એ સમયે બની હતી જ્યારે આ વિમાન ટ્રેનિંગ માટેની રૂટીન ઉડાન પર હતું મળતી વિગતો પ્રમાણે આ ગંભીર પ્લેન ક્રેશમાં 5 ક્રૂ મેમ્બર્સ સહિત 19 લોકોના મોત થયા છે તો સાથે જ આ દુર્ઘટનાનો ભોગ બનેલા અનેક લોકો ગંભીર હાલતમાં સારવાર માટે પણ દાખલ કરવામાં આવ્યા છે
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ આ એરક્રાફ્ટ જે મકાન સાથે અથડાયું હતું તે પણ ધરાશાયી થઈ ગયું હતું તો આ પ્લેનક્રેશ નજરે જોનારાઓએ તેનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે આગની જ્વાળાઓ ખૂબ જ તેજ હતી આ પ્લેન મકાન સાથે અથડાયું તે પહેલાં જ આગની ઝપેટમાં આવી ગયું હતું
આ દુર્ઘટનાની ગંભીરતા જોઈને ઓથોરિટીએ પણ હોસ્પિટલોમાં ઈમરજ્નસી જાહેર કરી દીધી હતી તો અન્ય વિગતોમાં એવું પણ કહેવાયું છે કે આ પ્લેનક્રેશ રહેણાક એરિયામાં થયું હોવાથી મૃત્યુ આંક વધવાની સંભાવના નકારી શકાતી નથી
જો કે, એ હજુ સુધી બહાર નથી આવ્યું કે આ ક્રેશ પાછળનું કારણ શું હતું અને આ એરક્રાફ્ટનું મૉડલ ક્યું હતું તમને એ પણ જણાવી દઈએ કે રાજધાની ઈસ્લામાબાદની પાસે જ રાવલપિંડીમાં પાકિસ્તાની આર્મીનું હેડ ક્વાર્ટર છે

Videos similaires