હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાણા અને નાગાલેન્ડમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ મુંબઈમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નાસિકમાં ગોદાવરી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે
મંગળવારે હવામાન વિભાગે કહ્યું કે, આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવનાઓ છે હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં ભારે પવન સાથે વરસાદ પડશે
અરબ સાગર તરફથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓઃહવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમી અરબ સાગર તરફથી 40-50ની ઝડપથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે જેની અસર ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પર વધારે રહેશે અહીં આગામી બે દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે