જેલમાં બે જુથો વચ્ચે અથડામણ; સેલમાં લગાવી આગ, 57 કેદીઓના મોત

2019-07-30 291

દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં સોમવારે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં 57 લોકોના મોત થયા છે જેમાંથી 16 કેદીઓના માથા કાપી નખાયા હતા મહત્વનું છે કે આ પરિસ્થિતી એટલા માટે સર્જાઈ કારણ કે દેશમાં જેલની સંખ્યા ઘણી ઓછી છે અને જે જેલમાં આ ઘટના બની છે તેમાં ક્ષમતા કરતા વધારે કેદીઓને ઠાંસી ઠાંસીને રાખવામાં આવ્યા હતા સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી અલ્તામીરા શહેરની જેલમાં જુથ અથડામણ સ્થાનિક સમય સવારે 7 વાગે થઈ હતી કમાન્ડો ક્લાસ એ એક સેલમાં આગ ચાંપી દીધી હતી મોટાભાગના કેદીઓના મોત આગમાં સળગી જવાથી થયા છે બે સુરક્ષાકર્મીઓને પણ કેદી બનાવાયા હતા, પરંતુ ત્યારબાદ તેમને છોડી દેવાયા હતા

Videos similaires